STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational Others

પરખ

પરખ

1 min
157

કહ્યું કંઈ અને સમજ્યા કંઈ લાગો છો,

ફુગ્ગા જેમ હવા ભરી તરતાં લાગો છો,


દેખાડો જ છે આ જગતતો સાવ મિથ્યા,

અત્તર છાંટેલાં રાખે રગદોળ્યાં લાગો છો,


હુકમનો એક્કો તો બસ એની જ પાસે,

પણ પત્તા તમારાં ધારી બેઠાં લાગો છો,


પારખવાં નીકળ્યાં'તાં લે પારસમણી લઈને,

સ્પર્શ શું થયો ખુદ પરખાઈ ગયાં લાગો છો,


સફળતા હો' કે નિષ્ફળતા પચાવવી અઘરી,

ઊંઘ વેચી આંખોમાં ઉજાગરા ભરતાં લાગો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy