STORYMIRROR

mahesh rathod

Tragedy Inspirational

4  

mahesh rathod

Tragedy Inspirational

જોયા છે

જોયા છે

1 min
255

દેકારો કરીને વરસાદ માંગતા દેડકાં અઢળક જોયા છે 

વધારે વરસાદથી બચવા એમને ઊંચે ચઢતાં જોયા છે 

ને પછી કાગડાના મોએ મરણ ચીસો પાડતા જોયા છે,


કોઈને ભૂખેથી ખાઈ ચકકર નીચે ઢળી પડતાં જોયા છે

કણ-કણ માંગતા ભર બજારે લાચાર લોકોને જોયા છે

તો કોઈને ખાવાથી વધારે દવાખાને જતાં પણ જોયા છે,


કોઈ સ્નેહ માંગે છે ને કોઈને સ્નેહમાં ભટકતાં જોયા છે

ક્યાંક પ્રેમ પૂજાય છે ને ક્યાંક પ્રેમમાં પસ્તાતા જોયા છે

કોઈ દર દર ભટકીને મજનું જેમ પથ્થર ખાતા જોયા છે,


કાગડા જેમ કા કા કરી ભીડ ઘણી ભેગી કરતા જોયા છે

દેકારો કરીને દૂરથી ને હળવેકથી પીછો છોડતા જોયા છે

પડે ગરજ જો કામની તો હાથ જોડી કરગરતા જોયા છે,


શ્વાસ ખૂટતા લોકોને મોત પર ચોધાર આંસુ સારતા જોયા છે

જરુર હતી ત્યારે એકબીજાના બહાનાં બતાવતા જોયા છે

સળગતો હતો અંદરથી ત્યારે સહુને તાપણું કરતા જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy