સ્નેહધારા
સ્નેહધારા
હાલને ભીંજાઈએ આપણે સ્નેહની આ સ્નેહધારામાં,
તડપશું ક્યાં સુધી નથી મજા હવે આમ કોરું રહેવામાં,
ના હોય કોઈ ઓથ ઓઢવાની નથી રહેવું કોઈ છત્રમાં,
રહીશું સાથે જ ભીંજાતા તારી ઓઢેલી આ ઓઢણીમાં,
રાખશું માથું ઢાંકી ટુકડાંથી એવી મજા ક્યાં છે છાયામાં,
તું હોય પાસ આસપાસ કોઈ નહિ આપણે વર્ષાધારામાં,
ચાહું હું ભીંજાઉ સ્નેહ વરસાવતી અઢળક જલધારમાં,
થઈ તરબતરને આવી ભેટી સમાઈ જા તું હૈયા મારામાં,
નથી ઈચ્છા અવિરત વહેવાની મજા છે ટપકતું રહેવામાં,
બુંદ થઈને ભલે પડું બસ ઝીલાઈ જાઉં તારા ખંજનમાં.

