વરસી જા મુજ પર
વરસી જા મુજ પર
વરસી જાને તુ પ્રેમ બની અનરાધાર મન મૂકી મુજ પર,
ભીંજાઈ જાઉં હું તારા જ સ્નેહના વરસે બુંદો મુજ પર.
નથી જોઈતું મારે છત્રીને કોઈનું શરણું તું વરસ મુજ પર,
તરબોળ થઈને નીતરું હું એવોજ હેત વરસાવ મુજ પર.
ન ચમકારાના ગડગડાટ બસ તારી આંખ વરસે મુજ પર,
અવિરત સ્નેહની ધારાજ પલ્લવિત કરતી વહે મુજ પર.
તુજ કેશ નીતરતા જાણે સહસ્ત્ર ધરા વહેતી મુજ પર,
તુજ ગાલોના ખંજન પર પડેલ મોતી વેરાય મુજ પર.
બસ હળવું હસેને સ્નેહ ભીના વાદળ ઘેરાય મુજ પર
બારેમાસ ના જોઈ મોસમ બસ તું આમ વરસે મુજ પર

