STORYMIRROR

mahesh rathod

Inspirational

3  

mahesh rathod

Inspirational

એક પગલાંથી જ પંથ કપાય છે

એક પગલાંથી જ પંથ કપાય છે

2 mins
187

રહે છે જે રાહ જોવામાં એનો જ સમય વિતી જાય છે, ને એ કંઈ ક્યાં જાય છે. 

એક પગ જો ઉપડે તો મંજિલ સુધી જાય છે, એક પગલાંથી જ પંથ કપાય છે. એક...


બસ મનમાં આમ ખાલી વિચારોના વમળ ઊભા કરવાથી કશું ક્યાં કંઈ થાય છે 

કરશો હિંમત ને દ્રઢ નિર્ધાર તમે મક્કમતાથી ચાલવાનો તો ડગલું એમ જ મંડાય છે. એક...


રોકવાને ક્યારેક નાનો પથ્થર પણ ભટકાય છે, ને ઠેસ થઈ અડચણ બની જાય છે. 

કરતા રહો જો સતત એક જ દિશામાં પ્રયત્નો તો, પર્વત પણ ઓળંગાઈ જાય છે. એક...


પસંદગીનું પરિણામ ક્યાં એમજ કોઈ ચમત્કારથી એક જ દિવસમાં મળી જાય છે ? 

અવિરત તપતો રહે છે સૂરજ પણ વરસ આખું, ત્યારે જ તળાવ સૂકાઈ જાય છે. એક...


ઊઠતાં અગાઢ તોફાનો ને ઝંઝાવાતોથી જો ડરે ખલાસી, તો દરિયો ક્યાં ખેડાય છે,

કિનારે ક્યાં હોય છે ? પામે છે એ જ મોતી મોંઘા જે મોતની ઊંડી છલાંગ લગાવે છે. એક...


શરૂઆત તો થાય જ છે ઉત્સાહ ને શાનથી પણ, પછીથી થાકીને રોકાઈ જવાય છે. 

પરવાહ કર્યા વિના થાકની જે અવિરત આગળ વધે, મંજિલ તેની જ થઈ જાય છે. એક...


નદીને ક્યાં ખબર કે ક્યાં તેની પાસે જીપીએસ ને સાગરનું લાઈવ લોકેશન હોય છે, 

એક જ દિશામાં ને એક જ ધૂનથી વહી, પડી ટોચેથી પણ સાગરને મળી જાય છે. એક...


જો એટલું જ સરળ હોત કોઈ લક્ષ્યને પામવું તો લક્ષ્યે બધા જ પહોંચી જાય છે. 

કપરું અને કઠિન હશે જ પણ, જે દ્રઢ નિર્ધારથી કદમ ઉપાડે તેજ પહોંચી જાય છે. એક...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational