STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

પ્રિયતમની વેદના

પ્રિયતમની વેદના

1 min
241

નજર તમારી ઉપર નાખુ છુ હું,

નજર તમે કદી મેળવતા નથી,

શા માટે તમે ફરીયાદ કરો છો કે,

હું પ્રેમના જામ છલકાવતો નથી ?


દિલ તમારા માટે ધડકાવું છું હું,

ધડકન તમે કદી સાંભળતા નથી,

તસ્વીર તમારી દિલમાં જ છે પણ, 

તમે ઝાંખીને કેમ નિરખતાં નથી ?


ષડ્જનો સ્વર કાયમ લગાવુ છું હું,

પંચમનો સ્વર કદી મેળવતા નથી,

તમારા પ્રેમનો તરાનો ગાઈ રહ્યો છું,

તમે દિલથી કેમ મગ્ન બનતા નથી ?


હાથ ફેલાવી તમને બોલાવું છું હું,

મારા દિલમાં કદી તમે સમાતા નથી,

દિલના દ્વાર મારા ખુલ્લા છે "મુરલી",

મારા પ્રેમને તમે કેમ સમજતા નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance