મેં જોયા છે
મેં જોયા છે
હરહંમેશ હસતા ગુલાબને આજે રડતા જોયા છે,
પાંદડી બની સૌના પગ નીચે ચગદાતા જોયા છે,
આંસુઓ પાડે છે આ કળીઓ ફૂલોની યાદમાં,
આમ ફૂલોને વ્યથિત થતાં મે જોયા છે,
બીજા ખાતર જીવતા ફૂલોના હાલ મે ખરાબ થતાં જોયા છે,
મસળી નાખે લોકો તોય આ ફૂલોને હસતા મે જોયા છે,
મરીને પણ એ તો અમર થઈ ગયા ફૂલો,
જોને મરી પછી અત્તર બનતા મે જોયા છે,
ફૂલોને પણ ડાળથી જુદા થવાનું દુઃખ થતું હશે,
ડાળીને વળગીને રડતા ફૂલોને મે જોયા છે,
કોઈના ગજરામાં તો કોઈની વેણીમાં, વીરની અર્થીમાં,
તો દુલ્હાના સેહરામાં, ક્યારેક ભગવાનનાં શરણોમાં,
એની ઈચ્છાથી ક્યાં જઈ શકે છે એ !
ક્યાં લઈ જશે ભાગ્ય એની ચિંતા કરતા મે જોયા છે,
સવારે ખુશખુશાલ આ ફૂલોને સાંજે મે રડતા જોયા છે,
કાલની ફિકર માટે વ્યથિત થતાં મે જોયા છે.
