STORYMIRROR

Gautam Kothari

Romance Tragedy

4  

Gautam Kothari

Romance Tragedy

હજી પણ રાહ જોવું તારી!!

હજી પણ રાહ જોવું તારી!!

1 min
433

કેમ કહે છે કે હું

હજી પણ રાહ જોવું તારી

તે તો કદીપણ ના

કરી કોઈ દિવસ કદર છે મારી


સ્નેહ તણાં સબંધો મેં

સદા આયખામાં હસતાં નિભાવ્યા

સ્વાર્થમાં તમે તો સદા

મારા સબંધોને સદા છે વહાવ્યા


તારી ખુશી માટે મેં

સદા પ્રયાસ છે અખૂટ કર્યા

તમે તો પોતાની ખુશી

માં સદા રાચતાં છો રહ્યા


અતિ કિંમતી જીવનનાં

ક્ષણો વિસરાઈ છે રહ્યા

તમે તો પોતાના અહમમાં

સદા તડપાવતાં રહ્યા


ભૂખ લાગે ત્યારે ધરાય

તે સબંધોમાં રહી રીત છે

તમે તો સ્વાર્થ હોય ત્યારે

બોલાવો એવી તો રિઢ છે


આ તુષ્ણા તણાં નીતરતા

પ્રેમમાં અમે ઉભા સદાય રહ્યા

તમે તો મૌકો જોઈ સ્વાર્થમાં

અંદર બહાર કરતા'જ રહ્યા


રાહ તો હું કેટલાંય જન્મથી

જોતો ઉભો આમ જ રહ્યો

તમારો પ્રેમ તો સદાય મને

મૂકીને પારકા લોકોમાં છે વહ્યો


તું કદર કર કે ના કર પણ

પ્રેમ મારો સદા સમર્પણથી રહ્યો

તારી પાસે તો એક સ્વાર્થ

આવ્યો ને પૂરો થતાં તે પણ ગયો


તું પ્રેમ રૂપી અમૃતને સ્વાર્થી

વિષમાં રોજ અભિભૂત કરે છે

પણ પ્રેમ દીધેલી વિષ વેદના

ને અમૃત માની હૃદયમાં ધરે છે


તું મળેકે ના મળે પણ પ્રેમ મારો

માત્ર તારા માટે જ સદા રહેશે

જન્મ કેટલાં પણ લેવા પડે

રાહ દેખતો આત્મા તારી પાસે રહેશે


Rate this content
Log in

Similar gujarati poem from Romance