STORYMIRROR

Gautam Kothari

Abstract

3  

Gautam Kothari

Abstract

વકીલ તમારી માટે કેટકેટલું કરે

વકીલ તમારી માટે કેટકેટલું કરે

2 mins
189

વકીલ તમારી માટે કેટકેટલું કરે

સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરે

તમારા માટે તે કોઈથી પણ ના ડરે

વકીલ બિચારો આનાથી વધુ શું કરે


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


ઝગડો તમે કરો પણ વકીલ તમારા વતી લડે

વાદી પ્રતિવાદી મૂક ને સામાંસામી વકીલ લડે

કાવાદાવા, પુરાવા રજૂ કરી ને રજૂ મુસદ્દો ઘડે

પૈસાના ચક્કરમાં વકીલ ગાંડો બની કેસ છે લડે


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


જમીન ખરીદો તમે ને દસ્તાવેજ તમારા તે કરાવે

ન્યાય મેળવવા કોર્ટમાં તમને અપીલ પણ તે કરાવે

તમારા શબ્દો ને વાચા આપી રજૂઆતનો દોર બનાવે

ખોટા પુરાવા ખોટી જુબાની અપાવી તે મજબૂતી બનાવે


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


તમારા કુકર્મો ને ઢાંકવા શબ્દોની માયા જે સદા રચાવે

ભોળા મનુષ્યોને શબ્દોની જાળમાં બહુ બધા ઉલજાવે

સબૂતોમાં સાચું-ખોટું કરી ને સબૂત નવા ઊભા તે કરાવે

ને ખૂંચે આંગળી જેવું હોય તો સામેનાને છે પુરા દબાવે


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


પોતના કર્તવ્યનો ભોગ ચડાવી 

તમારા પાપનો બને ભાગી

મનુષ્યતા છોડ બને ભણેલો 

ગણેલો એક સ્વાર્થી સહભાગી


રંગબદલી કરતો કાચીંડો બની 

કરે બધાની મંશા ને ભાંગી

સ્વાર્થ તણા સાંઠગાંઠનો સરતાજ 

સમો બને એ મહા રાગી


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


ગોઠવણ નાનાથી ઉપર સુધી

ગોઠવી કરે સુંદર આયોજન

કાળા માથાનાં માનવી ને 

દાંત ચમકાવે તેવું કરી દે તેનું મંજન


બેઠો સમાધાનમાં હોય તો 

કરે મીઠી નારદ વાતોનું સિંચન

ભીંસ વધે તો છુમંતર થઈ કરે 

પ્રતિવાદીનું મૂક બની સમર્થન


વકીલ તમારી માટે કેટકેટલું કરે,


કરો કુકર્મો તમે તો હદથી વધારે  

તો વકીલ બિચારો શું કરે...

કરો ચોરીઓ જીવનમાં તો 

વકીલ વધારે બિચારો શું કરે...


કરો ગુંડાગીરી આયખા ભર 

તો વકીલ બિચારો શું કરે.

સાંઠગાંઠ જગમાં, ઉપર નહીં થાય, 

વકીલ બિચારો શું કરે...


વકીલ તમારી માટે કેટકેટલું કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract