STORYMIRROR

Gautam Kothari

Tragedy Classics

4  

Gautam Kothari

Tragedy Classics

કળિયુગી કાગ કાગડાને બોલાવે!!

કળિયુગી કાગ કાગડાને બોલાવે!!

1 min
282

આજ જોય આ પ્રપંચી દ્રશ્ય,

હું બહુ દંગ રહી ગયો.

કાળા માથાના માનવીને,

કાગડાને ખવડાવતા જોયો.


દુધપાકના વ્યંજન લઈ,

છાપરે કાગડાને છે ખવડાવે.

શબ્દો સરી ગયા કે,

કળિયુગી કાગ કાગડા ને બોલાવે.


જીવતા જેને કદી પણ,

આખા આયખામાં જાણ્યા નહિ.

ભૂખ્યા મરી ગયા પછી છે,

આજ યાદ કરીને છે ખવડાવે.


કોળિયા કદી દીધા મોઢામાં નહિ, 

પાણી પણ મફતના પાયા નહિ.

તે પૂર્વજોને રાજી કરી ધરવવા,

માટે તે આજ કાગડાને બોલાવે.


કાગડા કરતાં પણ બહુ વધારે, 

કાયમ કા કાં કા કાં કા કરીને.

કુટુંબના સબંધોમાં કડવું,

ઝેર તે બહુજ સદા છે ફેલાવે.


કલયુગી સ્વાર્થમાં આંધળા,

સદા કાળા-ધોળા કામ કરીને.

કળિયુગી કાળા કાગ,

કાળા કાગડાને ખાવા આજ બોલાવે.


જીવતા હતા ત્યારે,

જે હયાત નિર્દોષ મા-બાપને.

સૂકા શાક રોટલા પણ,

પેટ ભરીને ના ખવડાવે.


તે મરેલાં મા-બાપ પાછળ,

મેલી મનની મંશાથી.

ડરના માર્યા બોલાવી,

કાગને દુધપાક ખવડાવે.


જે જીવતાં મા-બાપના,

મુખ જોઈ થતાં સદા કાળામેશ.

આજ કાળા કાગડામાં,

મુખ જોવા થઈ ગયા નરમ ઘેંશ.


મા બાપને અંતિમ સમયે,

કાઢી મુક્યા હતાં ઘરની બહાર.

તેજ આજ ભર બપોરે,

કાગડાને કાં કાં સાદ કરે બજારે.


જે કાગડાને કાયમ માણસો,

દૂરથી જ ધિતકારી દેતા હતાં.

જે ઘર પર બેસે તો કાંકરો મારી,

ઘરથી દૂર ઉડાડી દેતાં હતાં.


જીવતા જીવત જેને ભાળ્યા નહીં,

એને કાગડામાં આજ છે ભાળે.

આજ દુધપાક ખવડાવે બહુ, 

અને પછી પાછો રોજ છે મારે.


જીવતા જીવનમાં જેને કદી,

મીઠા શબ્દોથી બોલાવ્યા નહીં. 

જીવતા જીવંત જેનું હ્યયું કદી,

દિલાસો દઈ થાર્યું પણ નહીં.


આજ મર્યા પછી માણસ,

મૂર્ખ બની મીઠું કાગડાને ખવડાવે.

આજ માણસની આ સત્યતા, 

કાગડા બોલાવીને તે બતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy