STORYMIRROR

Gautam Kothari

Others

3  

Gautam Kothari

Others

અસલ ઓળખ બાકી રહી

અસલ ઓળખ બાકી રહી

1 min
121

જીવન જીવ્યું આખું મેં તારી સાથે

તોય અસલ ઓળખ સદા છુપી રહી,


જેને તે જાણ્યો તે નશ્વર દેહ હતો

આત્માની ઓળખાણ હજી બાકી રહી,


જે રંગ, રૂપ ને કાયા થકી તારો જે મોહ હતો

અસલ આત્મા કોનો હતો તે ઓળખ છુપી રહી,


જે શબ્દો થકી સંવાદોથી આપણે સાથે રહ્યા

તે કેવળ ગૌણ ઓળખાણ હતી સાચી બાકી રહી,


આ સાથ સથવારો માત્ર આ જન્મનો કદીયે પણ ના હતો,

અસલ જુડાવ ક્યાંથી થયો તે સાચી ઓળખાણ છુપી રહી,


જે સાથને વારંવાર તમે ધુત્કારતા સદા છો જીવનમાં રહ્યાં,

તે સાથ હજી કેટલા જન્મનો છે તે હકીકત હજી બાકી રહી,


સાથે હતાં જ્યારે આપણે ત્યારે સંબંધો કેરી કદર કરી નહીં,

છૂટ્યો જ્યારે સાથ ત્યારે લાગ્યું કે ઓળખાણ અધૂરી રહી,


જે હતાં આપણા તેને અજાણ્યા જીવનમાં કરતા સદા રહ્યા,

આવતા જન્મમાં ઓળખવાના તે હકીકત સાચી જ છે કહી,


ઓળખો આત્મને ગૂઢ ભાવ થકી દેખાવ ને કદી મોહશો નહીં,

નશ્વર કાયા થઈ જશે ખાખ ને મર્યા પછી રાખી શકશો નહીં,


મોહ માયા વિકારો થકી કષાયો સદા જીવનમાં પોષતા રહ્યા,

જીવનના અસલ સત્ય મોક્ષની કામના હજી તો બાકી રહી.


Rate this content
Log in