તારી યાદ મુજને સતાવે
તારી યાદ મુજને સતાવે
સંધ્યા સુહાની ખીલી રહી છે,
રાતની શરૂઆત થઈ રહી છે,
પક્ષીઓના મધુર કલરવમાં વાલમ,
તારી યાદ મુજને સતાવી રહી છે,
ધીરે ધીરે ચાંદની ફેલાઈ રહી છે,
શીતળ પવન લહેરાઈ રહ્યો છે,
ચમકતી સૂરત તારી દેખાડી દે વાલમ,
તારી યાદ મુજને સતાવી રહી છે,
તારા મિલનની તડપ વધી રહી છે,
તુજને જોવા આંખ તરસી રહી છે,
ક્યારે મારી તરસનું શમન થશે વાલમ,
તારી યાદ મુજને સતાવી રહી છે,
વિરહથી દિલ ઘાયલ બની રહ્યું છે
મન ચાતક જેમ વાટ જોઈ રહ્યું છે,
"મુરલી"ના દિલમાં તું સમાઈ જા વાલમ,
તારી યાદ મુજને સતાવી રહી છે.

