દિલ રોતું તોયે હું હસતી
દિલ રોતું તોયે હું હસતી
દુનિયાની માયાજાળમાં હું રોજ રોજ ફસાતી,
આ માયાજાળમાંથી નીકળવાનો રસ્તો હું શોધતી,
સુખ ને દુઃખ આવે ને જાય, ખો ખો રમે મારી સાથે એ દિવસ રાત,
સુખમાં હું મલકાતી, દુઃખમાં આંખો મારી છલકાતી,
શું કરવું સમજાય નહીં કશું,
આ સુખ દુઃખની વાતોમાં હું અટવાતી,
વિચારોનું લશ્કર આ હૈયાના સિહાસન પર કરે હુમલો,
આ વિચારોના વંટોળથી હું રોજ રોજ મૂંઝાતી,
પોતાના જ આપતા હતા મને દર્દની સોગાત,
મારી આ વેદનાઓને હૈયાની ભીતર હું સમાવતી,
નથી ખમી શકાતી, નથી કોઈને કહી શકાતી,
બસ આ વાતોથી જ હું રોજ ગભરાતી,
વાદળોની જેમ વરસી ના શકું, સરિતાની જેમ છલકાઈ ના શકું,
બસ મારી આ વેદનાઓ આંખોમાંથી અશ્રુ બનીને છલકાતી,
જગત સમક્ષ ક્યાં ધરું છું મારી વેદનાઓને,
દિલ મારું રોતું તોયે હું તો હંમેશા હસતી,
કોઈ દિલ તોડે મારું તોયે હું તો એને જોડતી,
તૂટેલા દિલના મારા ટુકડાને રોજ એકત્રિત કરતી.
