યુદ્ધ ૨૦૨૩
યુદ્ધ ૨૦૨૩
ઇઝરાયેલ પેલેસ્ટાઈન યુદ્ધનાં થયા ઘોર મંડાણ,
મરનારાઓ પાછળ મંડાણી અતિભારે મોકાણ,
આમને સામને બંને કરે ગોલા બારૂદથી રમખાણ,
વરસે શસ્ત્રોનો વરસાદ લોકોમાં થયું છે ભંગાણ,
કેટલાય ઇજાગ્રસ્ત તો કેટલાય કચ્ચરઘાણ,
એકબીજા દેશો હવે બંનેને કરશે શસ્ત્ર વેચાણ,
એકબીજા દેશો પણ સાથી બનવા કરશે જાણ,
તંબુ તાણી સીમા પર સામસામે તે કરશે રહેઠાણ,
યુદ્ધ આરંભ થઈ ગયો બંને માટે કપરા ચઢાણ,
સામસામે બંને દેશો વચ્ચે ખૂબ જ થાય ખેંચતાણ,
પેલેસ્ટાઈન ઈઝરાયેલ વચ્ચે મોટું થયું કમઠાણ,
કેટલાય સૈનિક ઘાયલ કેટલાયનાં ગયા પ્રાણ,
થઈ રહી છે બંને દેશો વચ્ચે સામસામે હાણ,
માનવવસ્તીની જગ્યાએ બની રહ્યા મસાણ,
ઈશ્વર સંકેત આપે છે તું જાણ ચતુરસુજાણ,
પાપનો ઘડો છલકાઈ રહ્યો તેમનું આ પ્રમાણ.
