લો આપણે ગરીબ થઈ ગયા
લો આપણે ગરીબ થઈ ગયા
લો આપણે તો ગરીબ થઈ ગયા,
ભણતા હતા ગુજરાતી શાળામાં,
માતૃભાષા હતી આપણી સંપત્તિ,
લો ઈંગ્લીશ મિડિયમમાં ભણી,
આપણે ગુમાવી આપણી સંપત્તિ,
લો આપણે ગરીબ થઈ ગયા,
ખાતા હતા જ્યારે શાક રોટલા,
તંદુરસ્તી આપણી હતી જોરદાર,
ખાઈ બર્ગર ને પીઝા,
બીમારીને શરીરમાં પ્રવેશવાની આપી આપણે વિઝા,
તંદુરસ્તી ગુમાવી આપણે તો ગરીબ થઈ ગયા,
દોસ્તો સાથે હળી મળીને બેસતા,
દિલડાની વાતો એકબીજા સાથે કરતા,
હૂંફ, પ્રેમ અને આદર એકબીજાનો કરતા,
વોટ્સેપ અને ફેસબુકથી સંબંધો થયા દૂર,
લો લાગણીની બાબતમાં આપણે થઈ ગયા ગરીબ,
બળદ ગાડામાં ખુલ્લા શ્વાસ ભરી,
આપણે સુકુન અને શાંતિ મેળવતા,
આ એસીવાળા મોટરમાં મળ્યું પ્રદૂષણ,
લો સુખ શાંતિ ગુમાવી આપણે થઈ ગયા ગરીબ,
નીચે બેસી કુટુંબ સાથે જમવાની મજા માણતા,
ડાઇનિંગ ટેબલ આવ્યા, જાણે પગના દુખાવા લાવ્યા,
લો તંદુરસ્તી ગુમાવી આપણે ગરીબ થઈ ગયા,
કુટુંબ સાથે મળી લગ્નના ગીતો ગાતા,
હૂંફ, દરકાર ને કાળજી પામતા,
પ્રી વેડિંગ શૂટિંગમાં આપણે જાજો ખર્ચો કરી,
આપણે દેવાદાર થયા,
માનસિક શાંતિ સાથે,આર્થિક રીતે પણ પાયમાલ થયા,
લો આપણે ગરીબ થઈ ગયા,
આ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી,
ગુમાવી આપણે આપણી સંસ્કૃતિ,
નૈતિક મૂલ્યો ગુમાવી આપણે ગરીબ થઈ ગયા,
પહેલા તો ઈમાનદારી અને પ્રામાણિકતા હતી,
આપણે જ લાંચ આપી કામ કઢાવવા લાગ્યા,
ઈમાન ગયું આપણું,
આપણે તો ગરીબ થઈ ગયા,
પૈસાથી ભલે ધનવાન થયા,
પણ નૈતિક મૂલ્યો ગયા, ને
આપણે ગરીબ થઈ ગયા.
