STORYMIRROR

Sanjay Prajapati

Romance

4  

Sanjay Prajapati

Romance

પ્રેમની તીવ્રતા

પ્રેમની તીવ્રતા

1 min
412

પ્રેમના પથ પર રાહ નિહાળી ઊભો છું,

એક ઝલક જોવા વિહ્વળ બની ઊભો છું,


પ્રેમમાં સહી જુદાઈ, મિલન કેરી આશમાં,

એ અહેસાસનો સ્પર્શ પામવા ઊભો છું,


પ્રેમમાં ક્યાં લાગે છે ભૂખ તરસ ?

તારી સાથે હર પળ વિતાવવા ઊભો છું,


પ્રેમના તાંતણે બંધાયા આપણે વ્હાલથી,

ઊર્મિના અમૃતરસને પામવા ઊભો છું,


પ્રેમની માયા હવે અકબંધ રહેશે હૈયે,

મન 'સંતૃપ્ત' થશે આશ જગાવી ઊભો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance