STORYMIRROR

Joshi Yogita

Romance

4  

Joshi Yogita

Romance

તું જ છો

તું જ છો

1 min
354


ચૂપ રહેવું એ તારો જવાબ હોઈ શકે

પણ મારો પ્રશ્ન તો તું જ છો,


ચૂપ રહેવું એ તારી ભાષા હોઈ શકે

પણ મારી વાચા તો તું જ છો,


ચૂપ રહેવું એ તારી ટેવ હોઈ શકે

પણ મારી આદત તો તું જ છો,


ચૂપ રહેવું એ તારો ઇશારો હોઈ શકે

પણ મારી સમજણ તો તું જ છો,


ચૂપ રહેવું એ તારુ વચન હોઈ શકે

પણ મારો તો જનમજનમનો સાથ તું જ છો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance