STORYMIRROR

Joshi Yogita

Abstract Inspirational

3  

Joshi Yogita

Abstract Inspirational

હું પુરુષ છું

હું પુરુષ છું

1 min
165

જવાબદારી નીચે

લાખો 

સપનાં દફનાવીને બેઠો છું

 

હજારો તોફાનો મારા

અંદર સમાવીને બેઠો છું


કઠણ કાળજા સાથે 

મીણ જેવું હૃદય લઈને બેઠો છું


સમજુ છું પણ બોલી ના શકું

 એવી લાગણીઓ લઈને બેઠો છું,


સમુદ્ર છે મારી આંખોમાં પણ આંસુઓનો

પણ હોઠો પર સદા મુસ્કાન લઈને બેઠો છું


પિતા છું, પતિ છું, દીકરો છું આ બધા વચ્ચે

હું પણ એક માણસ છું એ ભૂલીને બેઠો છું,


ભૂલી જવું છે મારે ય બધું 

પણ પુરુષ છું એ યાદ રાખી બેઠો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract