STORYMIRROR

Joshi Yogita

Romance

3  

Joshi Yogita

Romance

જોખમ

જોખમ

1 min
169

ઓહ ! તને ખબર છે, રોજ હું જોખમ લઈને ફરુંં છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

સોનું ચાંદી નહિ હું તો અઢળક દોલત લઈને ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

માલિક તો નથી પણ તારો ચાહક બની ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

તારી એક એક વાત મારા મનમાં લઈ ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

મારી એક એક પળ તારા નામે કરી ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

મારા આંખોના દરવાજે તને સાચવીને ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

તને કહ્યા વગર જ તને પ્રેમ કરી ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

તને પામ્યા વગર જ તારો થઈ ફરું છું,

તને મારા દિલના લોકરમાં સાચવીને ફરું છું,

દરવાજો નથી દિલનો એક પણ

ચાવી નથી મારી પાસે આ લોકરની તોય

તને બધાથી છૂપાવી હું ફરું છું,

તને બધાથી છુપાવી હું ફરું છું.

Rate this content
Log in

Similar gujarati poem from Romance