બાળક નટખટ
બાળક નટખટ
બાળ નટખટ મારા આંગણામાં નાચતો
મારો છેડલો પકડી મા મા એ કરતો,
રમકડાં સાથે મને વાતો કરાવતો
કાલીઘેલી બોલીમાં મને સમજાવતો,
મારું બાળપણ એ મને રોજ જીવડાવતો
કાલની ચિંતા વગર કેમ જીવાય એ બતાવતો,
મારી જ વાતોમાં મને ફસાવતો
સ્વાર્થ વગર પણ પ્રીત થાય એ સમજાવતો,
બાળ નટખટ મારા આંગણામાં નાચતો
મારો છેડલો પકડી મા મા એ કરતો.
