એક મુલાકાત
એક મુલાકાત
આજ અણધારી મુલાકાત
તારા દિલ સાથે હું કરી જોઉં
સ્થાન મારું ક્યાં છે એકવાર તપાસ હું કરી જોઉં
તારા દિલ પર માથું રાખી,
ધબકારા હું ગણી જોઉં,
મારા માટે ધડકે છે કે નહિ ? એકવાર તપાસ હું કરી જોઉં,
નથી કોઈ સ્ટેથોસ્કોપ મારી પાસે,
આપ તારો હાથ તારી નાડી હું પારખી જોઉં,
તારા પ્રેમની ભાષા હું તારી ધડકનોથી સમજી જોઉં,
નથી કોઈ દવા મારી પાસે
તારા આંખોના જામ હું પી જોઉં,
તારી હોઠોની મુસ્કાનથી હું ફરી સાજો થઈ જોઉં.

