રહસ્ય
રહસ્ય
રહસ્યમય રસ્તો કેવો હશે ?
જિંદગી અને મોત વચ્ચેનો
એ ઝૂલો કેવો હશે ?
આગથી તપતો એ દેહ કેવો હશે ?
હજારોની વચ્ચે એકલો બેઠો ચિતા પર
એ ભડકો કેવો હશે ?
સ્મશાનમાં લાકડાં નહિ હોય
ત્યારે આગની ભઠ્ઠીમાં રાખ થયેલો
તારો દેહ કેવો હશે ?
જવું છે જે રસ્તે બધાને
જોયો નથી એ રસ્તો ક્યારેય
એ રહસ્યમય રસ્તો કેવો હશે ?
નથી લાવવાની વ્યવસ્થા
નથી લઈ જવાની વ્યવસ્થા
એ દાટવાનો ખાડો કેવો હશે ?
અંતમાં,
ચિંતા નહિ કર માનવી
જેવા તારા કર્મ
એ રસ
્તો પણ એવો હશે,
જેણે જનમ્યા પહેલા તારી વ્યવસ્થા કરી દીધી
એ મર્યા પછી પણ તને એકલો નહિ મૂકે ક્યારેય
એ પરમકૃપાળુ પરમાત્મા કેવો હશે ?
પરમકૃપાળુ છે એ પરમાત્મા
જે મને રોજ નવી સવાર આપે છે
જે મને મર્યા પહેલા જીવાડવા રોજ મથે છે
માફ કરી દેજે મારી પ્રત્યેક ભૂલ ભગવાન
નથી ખબર મને રહસ્ય તારા સુધી પહોંચવાનો
એ રસ્તો કેવો હશે ?
નથી ઈચ્છા કોઈ મારી
તારી સમક્ષ ઊભી રહી એવી નથી કોઈ કક્ષા મારી
પણ મરતા પહેલા એકવાર મળવું છે મારે
બસ, આટલી અરજી છે મારી....
બસ, આટલી અરજી છે મારી.