STORYMIRROR

અવિનાશી અલગારી

Romance

4  

અવિનાશી અલગારી

Romance

મેલીએ

મેલીએ

1 min
267

અંઘારૂ યાદોનું ડીબાંગ બેઠું મારી ડેલીએ,

આવો ઓચિંતા’ક તો ટોડલે દીવા મેલીએ.


ડોળે ટોળે વળ્યા આંસુ કેટકેટલા પાછા ઠેલીએ ?

ઉછળે ઉના ઉચ્છ્વાસ નાનકડો શ્વાસ પણ મેલીએ.


સપનામાં તો સઘળો સંસાર સંગાથે મહાલીએ,

ઊંઘથી ઊઠીને મસ મસ ના નિહાહા મેલીએ.


છો અલ્લડ અલગારી એમ હાથ ન કોઈ ઝાલીએ,

ઝાલીએ તો ઝાલીએ, માથે વિયોગ ના મેલીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance