તમે
તમે
તમે અમને ગમો છો,
કેમ કે
તમે ટોળાંમાં નથી,
આંખે ઊડીને વળગો છો,
કેમ કે
તમે મેળામાં નથી,
તમે સાથે નથી છતાં છો,
કેમ કે
અંતરમાં છો વેળામાં નથી,
સ્વંય બંધક અને સ્વંય મુક્ત છો,
કેમ કે
કોઈની કૂંચી તાળામાં નથી,
તમે પણ થોડા વ્હેમમાં છો,
કેમ કે
મુક્ત ગગનમાં છો માળામાં નથી.

