પિતા
પિતા
એક પિતા એટલે બસ આટલું,
પરિવારનો પ્રહરી અને દ્રારપાલ.
કુટુંબ સંસાર એનો મહાસાગર,
અને એ પોતે તર્પણનું માટલું.
એક પિતા એટલે બસ આટલું,
ઘરની દિવાલે નેઈમ પ્લેટ બની લટકે,
બસ જુએ એ જ કે,
પરિવારના કોઈનું કામ ન અટકે,
એક પિતા એટલે બસ આટલું,
આપત્તિ કે ઘાત જ્યારે પરિવાર પર ત્રાટકે,
ઢાલ બનીને ઊભો રહે, ગમે તેની સામે ભીડે બાથ,
ને ગમે તેની બોલતી બંધ કરે સોયના ઝાટકે,
એક પિતા એટલે બસ આટલું,
સપનાં પોતાના બાંધી મૂકે એક પોટલે,
સંતાનના અરમાનોને તેડી લાવે ઘરના ઓટલે,
પિસાય બનીને ધાન, માથે ફરે દુનિયાનું ઘંટુલુ,
એક પિતા એટલે બસ આટલું.
