ચહેરો
ચહેરો
1 min
119
સુખની પરાકાષ્ઠા લાગતો એ ચહેરો,
દુ:ખની ચરમસીમા લાગતો એ ચહેરો,
અનુભવની દીવાદાંડી લાગતો એ ચહેરો,
મહોરા વગર જ હરતો ફરતો રહેતો એ ચહેરો,
માત્ર યાદોમાં જ રહી ગયેલો હતો એ ચહેરો,
શ્રદ્ધાંજલિના ફોફા ફૂલો પામી ગયેલો એ ચહેરો,
ધુપસળીના ધુમાડામાં ઝાંખો પડી ગયેલો એ ચહેરો,
નહી મિલાવી શકો હજુ પણ નજર એવો અસલ ચહેરો,
એ ચહેરો અન્ય કોઇ નહી પણ,
માત્ર છે એ સત્યનો ચહેરો.
