હું
હું
આભેથી વરસેલી વાદળીનું પાણી હું છું,
અધર પર અટકેલ ધ્વનિ વગરની
વાણી હું છું,
દરિયાની નારિયેળીથી
છાંયો ઝંખતી તપતી
રેતી હું છું,
અનાયસે ધરતી પર સરી પડેલા
બીજની ઊગી પડેલી
ખેતી હું છું,
‘ ન હન્યતે ‘ ના વરદાને અવતરેલી
‘અવિનાશી’ હું છું,
દેવત્વ વગરના દેવની પુષ્ટાવેલી
દાસી હું છું.
