નો હોય
નો હોય
અરે ભલા માણા આવું તે કાંઈ ના હોય,
નથી બન્યું ક્યારેય
ઠાકોરની ધજા ચડી ના હોય,
ગુસ્સો કરવો'તો તો
ઠામુકો પવન પાડી દેવો જોય,
પણ એવું તો કેમ કરાય કે,
દિ’ રાત જાગતો રહેતો મહાદેવ
પણ કમાડ વાસી બેસી રહ્યો હોય,
માલેતુજાર તો બંધ દરવાજામાં
બેસી ટેસથી તારૂ
તોફાન જોતો બેસી રહ્યો હોય,
ઓલા ગરીબના ઝૂંપડા ઝૂંટવીને તને શું
તાસીરો બતાવવાનો મોહ થયો હોય ?
આ દેશને સમસ્યાનો ક્યાં દુકાળ છે
કે તારી રાહ કોઈ જોતું હોય,
નામ પણ તારૂ રાખ્યું તે જાણે
મોટો બાબુ મોસાય બિપરજોય !
