ચકલીનું સપનુ
ચકલીનું સપનુ
1 min
264
મારી ચકલીને એક
સપનું આવ્યું
સપનામાં એણે
શહેર વચાળે
જંગલ ભાળ્યું
રાજા વનરાજે સૌ
પશુ પક્ષીની
સભા ભરી
સૌને ગમે તેવી
વાત કરી
વનરાજ કહે
મારી વાત માનશો
તો સુખી થશો
કોઇ પશુ પક્ષી કદી
શહેર તરફ ના જશો
અપલખણા કાગડાથી
નહી રહેવાયું
ન’તુ કહેવું તોય
કહેવાયું
રાજન અમે ન જઈએ શહેર
એ લોકોનો છે કાળો કેર
શહેર બનાવી જંગલ વાઢે
પછી ધરાર જમવા બોલવી
કાગવાસ કાઢે
અંતે
સૌ પશુ પક્ષીઓએ ઉકેલ
અર્થે સર્વાનુમતે નિર્ણય લીધો
માણસને જંગલ માં આવતા
રોકવા ફરતે અભેદ કિલ્લો કીધો
સવાર થતા જ ચકલીનું સપનું તુટ્યુ
ઝાડ કપાતા ચકલીનું ઘર છુટ્યુ
