ચકલી
ચકલી
એક છે અમારો ચકો
એક છે અમારી ચકી
ચકો લાવ્યો મેગીનો કટકો
ચકી લાવી પીત્ઝાનો કટકો
ચકો બોલ્યો
હવે તો રોજ રોજ
આ મને ફાવે નહી
ખીચડી તો ઘરમાં
કોઇ લાવે જ નહી !
ચકી બોલી
જમાના સાથે રહેતા
ખાતા શીખો
ઘરના ગાર્ડનને પણ
જંગલ માણતા શીખો
ચકો બોલ્યો
આ બધુ તો ઠીક પણ
આ સરકારી આવાસ જેવા
માણસો એ બનાવેલ ઘરોમાં
કેમ મજા આવે ?
ને આજુ બાજુ આપણી
વસ્તી નથી તો છોકરાવ
સાથે
રમવા કોણ આવે ?
ચકી બોલી
બસ તમારે તો પરદેશ જાવાનું
બ્હાનુ જોઈ છે ત્યાં ભલે જંગલ રહ્યા
પણ આપણા ઇ આપણા
આજે નહી તો કાલ સમજશે
આપણ ને પાછા વસાવશે
ચકો બોલ્યો
તું ભારે આશાવાદી છો
બાકી આપણા જ આપણને
નડી જ રહ્યા છે ને
ચાલ હવે બહાર જઇ ને
આ લોકોના એસીના કંમ્પ્રેશર પર
બેસીને ખાઇએ
અંહી રેઇઝ ગાર્ડનમાં ભારે
તડકો નડે છે ને આ આપણું
ક્વાટર પણ તપે છે !
આપણા દિલની માફક