STORYMIRROR

Sanjay Prajapati

Romance

4  

Sanjay Prajapati

Romance

મારી કલ્પના

મારી કલ્પના

1 min
380

કલ્પના કરું ખીલે જીવનસંધ્યા તારા સાંનિધ્યમાં,

પાડવા છે પગલાં મારે સમુદ્રતટની ભીની રેતીમાં,


ફરવું છે તારી સાથે ઊંચા ઘટાદાર વૃક્ષોનાં વનમાં, 

સાદ પાડવો છે તારા નામનો પહાડોની કોતરોમાં,


મળવું છે મારે ફૂલોથી મઘમઘતાં ઉપવનમાં,

મહાલવું છે કરબધ્ધ થઈ ઘાસના બગીચામાં,


માણવો છે આનંદ તારી સાથે ફરીને પ્રવાસમાં,

કરું મનગમતી ખરીદી તારા સ્નેહભર્યા સંગાથમાં,


જોવા છે રંગીન સ્વપ્નાં કલ્પનાની દુનિયામાં,

માંગવી છે તને પ્રભુ પાસે મળે મને ભવોભવમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance