મારી પ્રેમની મૌસમ તું
મારી પ્રેમની મૌસમ તું
ચાતક બની હું તરસ્યા કરું
મેઘ બની તું વરસ્યા કર
અષાઢ બની ધોધમાર વરસી જા
આમ શ્રાવણની જેમ ઝરમર ઝરમર ના કર
તું છે મારા જીવનનો આધાર
આમ ના કર મને નિરાધાર
મારી ભીતર તું મારી બહાર તું
મારી જિંદગીનો પર્યાય તું
મારા પ્રેમનો અધ્યાય તું
ભીતર ભંડારેલી વેદનાને શબ્દોમાં વ્યક્ત કર
પરાયા પાસે આમ નાહક ની ફરિયાદ ના કર
મારા વર્તુળ સમ જીવનનો વ્યાસ તું
મારી દિલની આસપાસ તું
મારા માટે ખાસ તું
મારા અણુ એ અણુમાં તારો વાસ
તારો વિરહ આપે મને ત્રાસ
તને મળવાની સદા આશ
તારી સદા મને પ્યાસ
મારી જિંદગી તારા થકી છે ખાસ
તું જ મારો શ્વાસ તું જ મારો વિશ્વાસ
ના કર મારા પર અવિશ્વાસ
મારી જીવન નૈયાનો તું પતવાર
મારા હૈયાનો તું હકદાર
મારા સુખ દુઃખનો તું હિસ્સેદાર
તોડી ગલતફહેમી થી રિશતો
કરી લે તું મારી સાથે યારી
કર રૂબરૂ આવવાની તૈયારી
મારી હર એક ક્ષણ તારા પર વારી
મારી ખુશીઓનો આધાર તું
મારી જિંદગીનો પર્યાય તું
મારી ભીતર તુંમારી બહાર તું
હું દેખું જ્યાંસર્વત્ર તું હી તું
મારા જીવનનો આધારસ્તંભ તું
મારા પ્રેમની મૌસમ તું
સતત વરસતીપ્રેમની વર્ષા તું
મારી જીવન બગીયાનો તું માલી
તારા વગર મારી જિંદગી ખાલી
તું બની આવી જા ખ્યાલ
કરી દે મારી જિંદગી ન્યાલ
તું કરી દે નવી શરૂઆત ચાલ
બતાવી દે તારા દિલના હાલ

