STORYMIRROR

Narendra K Trivedi

Romance

4  

Narendra K Trivedi

Romance

પ્રેમ

પ્રેમ

1 min
251

પ્રિયાની મુગ્ધતાથી જ વારી જતુ મન મારુ,

પ્રિયાનું હાસ્ય છે કૈક અપૂર્વ ને અનેરું.


પ્રિયા તું તો મુગ્ધતાથી મુગ્ધા થઈ ગઈ અહી,

 યાદ આવે ઘડી ઘડી તારી સ્મૃતિઓ ઘણી.


પ્રિયા હૃદયમંદિરે હું પ્રેમ થઇને વસુ છું,

દોડી આવે તલસતું ત્યાં આ હૃદય અધીરુ.


પત્રો તારા વાંચી નાખ્યા એક અક્ષર નૈ બાકી,

વધુ તડપાવે યાદો તારી અનેરી મને.


પ્રિયા તું તો પ્રિયતમા બની મંદિરે બિરાજે,

હવે તો છે આસ તારી હવે ક્યારે પધારે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance