પ્રેમભરી એક નજર આપી દે
પ્રેમભરી એક નજર આપી દે


જીતવી હોય જેને દુનિયા એને જીતવા દે,
મારે તો જીતવું તારું હૈયું મને જીતવા દે,
જોતું હોય જેને રાજપાટ એને આપી દે,
સિહાસન પર બેસી રાજ કરવા દે.
મને તો તારા હૈયાના આસને રાજ કરવા દે,
ઘન દૌલત હીરા મોતી જેને જોઈતું હોય એને આપી દે,
બસ મને તો તારી પ્રેમ ભરી એક નજર આપી દે.
હું ક્યાં માગું છું તારી રાતોની રાતો,
બસ મિલનની એક રાત આપી દે,
તારી અંતિમ મુલાકાત આપી દે,
બસ નથી જોઈતો કોઈ કિંમતી ખજાનો મને
બસ તારો હાથ થામવા દે.
નથી જોઇતી દુનિયાની સુખ સાહ્યબી મને,
બસ સુખની બે ચાર પળો તારી સાથે ગાળવા દે,
બસ ક્યાં જોઈએ છે કરોડોની સંપતિ,
બસ તારી સાથે ના બે ચાર સપના સાચવી ને રાખવા દે.