Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

પ્રેમની મૌસમમાં

પ્રેમની મૌસમમાં

1 min
397


ચાલને આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ

હું બનું ધરતીને તું આકાશ બની વરસી જા

ચાલને આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


કૃષ્ણ બની તું વાંસળીના સુર રેલાવ,

અને હું રાધા બની હું તારા રંગે રંગાઈ જાઉં

ચાલને આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


ના લોંગ ડ્રાઈવ, ના સિનેમા હોલ, ના શોપિંગ મોલ, જઈએ

ચાલ આપણે એકબીજાના હૈયાની સફર કરી લઈએ આજે

ચાલ પ્રેમની આ મૌસમમાં ભીંજાઈ જઈએ આપણે


ના સાગર કિનારે, ના ઝરણાંની ધારે, જઈએ,

ચાલ આપણે ભીતર વહેતા પ્રેમના ઝરણાંમાં તરબતર થાઇએ

ચાલને આપણે આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


ના કેસૂડો, ના કોઈ બનાવટી, રંગોને આપણૅ લઈએ,

ચાલ પ્રેમના કદી ન ઉતારનારા રંગથી પૂરા જીવનને રંગી દઈએ

ચાલને આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


વિશ્વાસ, ભરોસો, પ્રેમની પિચકારીમાં ભરીયે,

ચાલને આપણે હોળી હોળી રમીએ,

હદયના વનમાં ભમિયે

ચાલને આ પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


પારિજાત સમી તું મહેકે, દિવસે ગુલાબને રાતે રાતરાણી,

તું જાણે !વર્ષાની હેલી તું ઋતુ ઓની રાણી

ભલે બદલાય મૌસમ, પણ ના બદલાય તારો પ્રેમ


પ્રેમની ના કોઈ પરિસીમા ના કોઈ વ્યાખ્યા,

ચાલને પ્રેમનો સિદ્ધાંત જગત સમક્ષ મૂકીએ

ચાલને આપણે પ્રેમના પૂર્ણ જગતમાં સદા માટે વસવાટ કરીએ

ચાલને આપણે પ્રેમની મૌસમમાં ભીંજાઈ જઈએ


ના ચાંદ, તારાની ઝંખના ના હીરા, મોતીની ઝંખના,

રહેવું તારા હદયમાં સદા એ જ છે સદાય મારી ઝંખના

ચાલ પ્રેમના સતત અવિરત વહેતા ઝરણાં માં તરબતર થાઈએ,

ચાલને આપણે પ્રેમની આ મૌસમમાં ભીંજાઈ જઈએ


Rate this content
Log in

Similar gujarati poem from Romance