STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

કેવો જાદુ છે તારા પ્રેમમાં

કેવો જાદુ છે તારા પ્રેમમાં

1 min
403

કેવો જાદુઈ સ્પર્શ છે !આં વરસાદી બુંદોનો,

વિધવાના મુંડન જેવી ધરતી જો ને દુલ્હન બની ગઈ.


કેવો જાદુ છે ,,! આં સોનેરી સૂરજની કિરણો માં,

એને જોતાં જ જો ને આં અંધારું પણ સંતાઈ ગયું.


કેવો જાદુ છે ! આં નૃત્યાંગના જેવી અલબેલી હવાઓમાં !

ફૂલને સ્પર્શતાંજ જો ને આ વાતાવરણ મહેકી ઉઠ્યું.


આ કેવો જાદુ છે ! રીમઝીમ વરસતી આકાશી બુંદોમાં,

છીપના મોમાં પડતા જ જોને એ અમૂલ્ય મોતી બની ગયું.


આ કેવો જાદુ છે ! આં સમંદરની લહેરોમાં,

એને જોતાં જ જો ને આં સરિતા સાગરની બાહોમાં સમાઈ ગઈ.


આ કેવો જાદુ છે ! આં વસંતના આગમનમાં,

જો ને ધરતીની આખી સુરત જ બદલાઈ જાય.


આ કેવો જાદુ છે ! તારા પ્રેમમાં !

હતી હું કાચ જો ને હું કંચન બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance