Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prof. Buddhadev

Romance

4  

Prof. Buddhadev

Romance

ખબર છે તને?

ખબર છે તને?

1 min
543


મનોમન અંતરના સાગરમાં ડૂબકી મારીને,

એક ઢળતી સાંજે તને સ્વપ્નમાં જોઈને,

ભીંજાયેલા નયનોમાં કોરોકટ કેમ રહું?

... ....... ... એ તો તને ખબર જ છેને ?


તારા ધબકારા અને ધડકનોની સાથે રહીને,

ચંચળ અને ઉછળતા તરંગોમાં તરતા રહીને,

જીંદગી જુગારમાં મૂકયા વગર કેમ રહું ?

... ....... ..... એ તો તને ખબરજ છેને ?


મખમલી તારા તરોતાજા બદનને જોઈને,

એક વરસાદી સાંજે સાવ કોરાકટ રહીને,

નીતરતા હૈયે છલકયા વગર કેમ રહું ?

... ....... ..... એ તો તને ખબર જ છેને?


વગડામાં ગુંજન કરતા પતંગિયાને જોઈને,

પુષ્પના પરાગરજ વહનને નજરોથી માણીને,

"દેવ" કહે એમ થોડો ભીંજાયા વગર રહું ?

... ....... ..... એ તો તને ખબર જ છેને?


Rate this content
Log in

Similar gujarati poem from Romance