STORYMIRROR

Prof. Buddhadev

Others

4  

Prof. Buddhadev

Others

વાંધો નથી

વાંધો નથી

1 min
379

શબ્દોની સલ્તનત લઈ બેઠા તેનો વાંધો નથી,

ગઝલની લત લઈ બેઠા એનો પણ વાંધો નથી,


શબ્દની તલવારની ધારનું જરા ધ્યાન રાખજો,

કોઈની લાગણી ન ઘવાય તો અમને વાંધો નથી,


વનવાસ જો મળે તો વનવગડાની મજા માણશું,

શબ્દની રમઝટ જો માણવા મળે તો વાંધો નથી,


વિશ્વાસ સાથે દોસ્તીમાં પ્રેમ તો આપતા રહેશો,

થોડું થોડું દર્દ આપશો મને તો પણ વાંધો નથી,


દેડકાંની માફક ડ્રાંઉં ડ્રાંઉં એ જ તો છે જીંદગી,

કયારેક છતનો સહારો આપશો તો વાંધો નથી,


ગઝીલી આંખમાં સોનેરી મૂર્ત લઈ ભલે બેઠા,

નશીલી આંખમાં જગ્યા આપશો,વાંધો નથી,


મૌસમ પીવા "દેવ" તો પ્યાલો લઈને બેઠા છે,

સાથ તમે આપશો તો અમને કોઈ વાંધો નથી.


Rate this content
Log in