STORYMIRROR

Prof. Buddhadev

Inspirational

4  

Prof. Buddhadev

Inspirational

સપનાઓ તૂટે તો શુંં ?

સપનાઓ તૂટે તો શુંં ?

1 min
1.0K

સપનાઓ તૂટે તો પણ શું ફર્ક પડે છે ?

      વાસ્તવિકતા થોડી બદલાઈ જાય છે!

સપનામાં જે દેખાય એને માણી લો ને,

      માણેલી મજા થોડી છીનવાઈ જાય છે!


રોજ પોતાના કોઈ રીસાય તો પણ શું,

      એથી જે પોતાના થોડા મટી જાય છે!

ભૂલાઈ ગયેલું ફરી યાદ ન આવે તો શું,

      યાદ કરો તો બધુ યાદ આવી જાય છે.


ધકકો મારવા ભલે, બેઠા બધા બધાને,

      સાથ આપવાનું થોડું ભૂલી જવાય છે,

લાગણીના જન્માક્ષર ભલે ને ઘવાય,

      મનના હસ્તાક્ષર થોડા મટી જાય છે,


માણસો તો માણસને નડયા કરશે તો,

      ગ્રહોની દશા થોડી બદલાઈ જાય છે,

કોઈનું પણ મન તો મેલું થઈ જાય તો,

      દિલ કાંચ સમજી તોડી થોડું નખાય છે,


પ્રેમમાં મજબૂરી હોય, સમજી શકાય!

      તો શું પ્રેમને તરછોડી થોડો દેવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational