STORYMIRROR

Prof. Buddhadev

Others

4  

Prof. Buddhadev

Others

જાળમાં ફસાઈ ગયો

જાળમાં ફસાઈ ગયો

1 min
437

જાણી દોરી કાચી, પાકી દોરીમાં બંધાઈ ગયો,

ખુદમાંથી નીકળી, કોઈના દિલમાં સમાઈ ગયો,


કાપી પતંગ જાણે,ખુદનો પતંગ ખોવાઈ ગયો,

જાળ ફેલાવી, ખુદ જ જાળમાં ફસાઈ ગયો,


ખેંચ ને ઢીલ તો જીંદગીની દોરનો શિરસ્તો છે,

પતંગના ભેદી પેચમાં, ઢીલ આપી કપાઈ ગયો,


ઢાંકવાની કોશિશ કરતો, ખુદ ના ઢંકાયો પણ,

પોતાનો પડછાયો, ખુદ મારા પર છવાઇ ગયો,


મન મીઠું ઝરણું માની, તરવું નદીના વહેણમાં,

ખારા સમુદ્રમાં,જાણે સ્ફટિકમાં બંધાઈ ગયો,


મન જાણે સમુદ્રમાં ધીરે ધીરે પાકતુ મોતી છે,

જાણે "દેવ" પણ તેની રમતમાં અટવાઈ ગયો.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్