ગઝલ બોલે છે!
ગઝલ બોલે છે!
કહ્યું ગઝલને તું બોલ, પણ શું બોલે ગઝલ,
શબ્દોની કરી રમઝટ, બોલ છે ને હું ગઝલ,
શબ્દો મારા હથિયાર, બોલ કરુ તને કતલ?
કરુ ઘાયલ સૌને, છું હું તો મહેફિલની ગઝલ,
ન કરું હું રમત કે ના કરું હું શબ્દોની ગમ્મત,
ભરપૂર રસથી તરબોળ કરી દઉ એજ ગઝલ,
સુખદુઃખ અને પ્રેમથી છલોછલ એવી ફસલ,
શબ્દો દ્વારા પીરસુ મીઠાશ સૌને એ હું ગઝલ,
અજાણ્યા દિલોમાં દિલની થકાવટ દૂર કરું,
મિત્ર બની ચોક્કસ જ દોડી આવશે ગઝલ,
ગમગીન હદયમાં ઉછળતા તરંગોનો ઉમંગ,
કે' "દેવ", કરાવું સંગમ દિલોના, એ જ ગઝલ.
