STORYMIRROR

kusum kundaria

Drama

4  

kusum kundaria

Drama

પડે છે

પડે છે

1 min
237

ધારણાઓ ક્યાં બધી સાચી પડે છે,

ધારવાની વાત ના ધારી પડે છે,


જે થવાનું એ થવાનું આખરે તો,

ને સમજ જો આપણી કાચી પડે છે,


શાંત જળમાં કાંકરીચાળો ન કરશો,

આ વમળ પાછાં બધાં ભારી પડે છે,


વાંક બંનેનો હતો માનો હવે તો,

એક હાથે ક્યા કદી તાળી પડે છે,


કોઈના ઝઘડાંમાં વચ્ચે બોલશો ના,

બોલશો તો જો વળી ગાળી પડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama