STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama

4  

Jaya. jani. Talaja."jiya"

Drama

અસ્તિત્વના બે ભાગ

અસ્તિત્વના બે ભાગ

1 min
374

એક અસ્તિત્વનાં બે ભાગ છીએ, 

હું ને તું ક્યાં અલગ ધરતી ને આભ છીએ, 

એક બ્રહ્માંડનાં બે ભાગ છીએ, 


હું સ્ત્રી, કે તું પુરુષ, ક્યાં અલગ માણસ છીએ,

એક જીવની બે છાપ છીએ,


હું અરમાન, તું અહેસાસ, સહવાસમાં સાથ છીએ,

એક દિલની ધડકન, ધડકનનાં બે તાર છીએ,


હું અને તું ક્યાં અલગ સાગર ને સરિતા છીએ,

પાણી ને પાણીનાં પાડેલા નામ છીએ, 


હું અને તું ક્યાં તસવીર છીએ, 

એક કલાનાં અલગ કલરનાં બે ભાગ છીએ,


હું માતા, તું પિતા, ક્યાં અલગ રક્ષક છીએ,

એક સંતાનનાં બે દૈવીતત્વ છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama