ફૂલ કહે
ફૂલ કહે
ફૂલ કહે ફૂલની વાત,
ખીલી કરમાવું મારું કામ,
બીજ મારી ખરી સાખ,
ઉછેરની કરી દરકાર,
રાતદિન રાખી ધ્યાન,
વા વરસાદનો સહી માર,
પામ્યું હું નવા શણગાર,
ફૂલ કહે ફૂલની વાત,
ખીલી કરમાવું મારું કામ,
રંગ પામ્યા સુગંધ પામી,
નિત નવી શોભા ધારી,
મહેકી કરી ચોમેર ખુશાલી,
એથી આવ્યું ઈશની પાસ,
ચરણે રાખ કે શીશ પર ધાર,
ફૂલ કહે ફૂલની વાત,
ખીલી કરમાવું મારું કામ,
મારે તો બસ ઈ એક જ કાજ,
એમ થયું છે મારું નામ,
તસ્વીરમાં હું ને તકદીરમાં છે તું,
હા ના કરતા થયો પ્રેમ એ આખો,
કે અવસર રૂડો રે આવ્યો,
ચહેરામાં હું અને દિલમાં છે તું,
વિસરાય નહીં એ મધમીઠી યાદો,
કે અવસર રૂડો રે આવ્યો,
ભૂલી જતો હું ને સાચવતી તું,
પછી આખો દિ યાદ તમે રાખો,
કે અવસર રૂડો રે આવ્યો,
સાંભળતો હું જ્યારે કહેતી હો તું
ચાલતી રહે એવી મનમોહી વાતો,
કે અવસર રૂડો રે આવ્યો,
રહું મહેંદીમાં હું અને હાથમાં તું,
રંગ રહે બનતો ઘાટો ને પાક્કો,
કે અવસર રૂડો રે આવ્યો,
તારામાં હું અને મારા તું
સાથ આમ વીતે સાત જન્મારો,
કે અવસર રૂડો રે આવ્યો.
