STORYMIRROR

Gaurav Rathod

Inspirational

4  

Gaurav Rathod

Inspirational

ફિકર ન કરો

ફિકર ન કરો

1 min
357

હોય ગમે ત્યાં બેઠા તમે ફિકર ના કરો, 

મળવા આવશે દોડી તમે ફિકર ના કરો, 


જાય ભલે દોડી અલ્લડ થઈ એ નદી,

ભળવા આવશે કોરી તમે ફિકર ના કરો, 


જીવતર કેરી આશે ઓરી હતી જે કથા, 

દળવા આવશે છોડી તમે ફિકર ના કરો,


પ્રહલાદ શા હોમાયા અગ્નિમાં તો શું થયું ? 

બળવા આવશે હોળી તમે ફિકર ના કરો, 


રંગો ઊડ્યા ત્યાં ને અહીં અમે રંગાઈ ગયા,

પલળતા આવશે ગોરી તમે ફિકર ના કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational