Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gaurav Rathod

Drama

4  

Gaurav Rathod

Drama

કુસુમદલોત્સવ

કુસુમદલોત્સવ

1 min
359


રાતા પીળા રડબડ થતા બાળ સૌ ઘેર આવે, 

આંખો ભૂરી ટમટમ થતી રંગ લોક નિહાળે,

નાના મોટા હરખ ન સમાતા ગુલાલો ઉછાળે, 

ધબ્બા પાડે મધુર રસ ગાતા વહાલો વહાવે, 


ભૂલે છે ભાન કુસુમદલો ફાગ છોળો મહેકે,

કાલા ઘેલા રમણ કરતા રંગ વર્ષા જ વેરે,

એના હાથો તરબતર કેવા સહુને પલાળે, 

છાનામાના ખબર ન પડે ગાલ નીલા કરાવે,


ખૂણે ખૂણે કલરવ કરે કેસરી રંગ ઉડાડે,

વારે વારે ગગન પરથી શ્વેત પંખી બતાવે,

ભર્યા ભર્યા મન મંદિરીયે બાળ કોને સતાવે ?

ગોતે કોને નજર તરસી લાલ હાથો છૂપાવે,


કાળા ધોળા અવિરત દહાડા ગયા હેત સાથે, 

એની વચ્ચે નજર સમ તસ્વીર રે યાદ લાવે !


Rate this content
Log in