કેવો છે આ પવન
કેવો છે આ પવન
કેવો છે આ પવન,
એવો છે આ પવન.
આખી આખી રાતોમાં,
તારી મધમીઠી યાદોમાં,
મને લઈને જાય છે ઘણે દૂર...
કેવો છે આ પવન,
એવો છે આ પવન.
સપના લઈ હાથોમાં,
સંગ ચાલ્યા વાતોમાં,
છલકી રહે છે આંખોમાં નૂર...
કેવો છે આ પવન,
એવો છે આ પવન.
ભ્રમર ઊડે બાગોમાં,
કહે ફૂલને કાનોમાં,
કેટલો ચાહું છું તને ભરપૂર...
કેવો છે આ પવન,
એવો છે આ પવન.

