STORYMIRROR

Chudasama Vishal S.

Drama

4  

Chudasama Vishal S.

Drama

દ્વાદશ

દ્વાદશ

1 min
277

અમો બન્યા દ્વાદશ નામધારી,

માતા અંજનીના કૂખે અવતરી નામે થયા અંજનીસૂત,


પિતા પવનદેવના લાડકવાયા બની નામે થયા વાયુપૂત્ર,

ભૂરા કલરની આંખો પામ્યાં ને થયા પિંગાક્ષ,


મુખની તૂટી હડપચી ને ખ્યાતિ પામ્યા હનુમાન,

મહા બળવાન બની વાનર થયા મહાબલી,


પ્રભુ શ્રીરામ કે ભક્ત બની, થયા રામેષ્ટ, 

સંસારનો તારણહાર બની થયા ઉધિકર્મણ,


ફાલ્ગુન ને બનાવ્યા જોડીદાર થયા ફાલ્ગુન,

જડીબુટ્ટીને હરનાર થયા લક્ષ્મણ પ્રાણદાતા,


માં સીતાનું દુઃખ દૂર કરનાર થયા સીતાશોકવિનાશક,

પુરુષોમાં અત્યંત વીર થયા અમિત વિક્રમ,

રાવણનો અહંકાર દૂર કરનાર થયા દશગ્રીવ દર્પ, 

અમો બન્યા દ્વાદશ નામધારી.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Drama