પ્રેમ
પ્રેમ
આંખોના પલકારામાં ગમ્યા તમે,
નજરો નજરમાં આવી વસ્યા તમે,
વિસ્મણને વિસરી આવ્યા તમે,
ફૂલોને સુગંધમાં ફેરવી મહેકાવ્યા અમે,
ચાંદના ઉજાસ ને શીતળતા આપી,
અમારી યાદોને વિશાળતા આપી,
કહું છું હું તમોને, પ્રેમ આપશો !
મારી તો ક્યાં ના જ હતી, અધુરપ તમારી હતી,
પ્રગટાવી દીવો અજવાસનો પ્રયત્ન કર્યો,
પ્રેમનું સ્મિત બની 'વિશાલ' બન્યા અમે.

