કિસ્મતને શો દોષ દેવો
કિસ્મતને શો દોષ દેવો
અહીં આવડતનો છે અભાવ, તેમાં કિસ્મતને શો દોષ દેવો,
બેરંગી દુનિયાને નિહાળવા, દ્રષ્ટિહીન આંખોને શો દોષ દેવો,
સમસ્યાના સમાધાનમાં નિષ્કાળજી, ને ઉકેલને શો દોષ દેવો,
પ્લાસ્ટિક વહેંચે ઝેર, વટ ના આકર્ષણને શો દોષ દેવો,
અણસમજું હું, ને દુનિયા છે રંગહીન, સમાજને શો દોષ દેવો,
નીકળ્યાં આપણે છેતરવા, માણસાઈને શો દોષ દેવો,
અહીં એકમાં છે કોને સંતોષ, પસંદગીને શો દોષ દેવો,
કાણાવાળી લઈ નીકળ્યા થેલી, એમાં વસ્તુને શો દોષ દેવો,
રહી નથી સહનશીલતા, એમાં મેમરીને શો દોષ દેવો,
'વિશાલ' છે વિશાળ તેને પામવામાં કિસ્મતને શો દોષ દેવો.
